shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

ગૌમૂત્રથી થતા ફાયદો  

  • ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. અહિયાં તમને રોજ સવારે ખાલી પેટે ગૌમુત્ર નું સેવન કરવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવિશું. આ ગૌમૂત્ર કેટલું સ્વાસ્થ્ય માટે મહત્વનું છે અને તેના ફાયદા શું છે તે આપણામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે.
  • પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર આપણને રોગમુક્ત બનાવે છે. આપણા દેશમાં ગાયો ઘણા બધા પ્રકારની જોવા મળે છે.
  • આમ તો દરેક પ્રકારની ગાય આપણા માટે લાભદાયી હોય છે, પરંતુ જો દેશી ગાય તમારી પાસે હોય તો સમજી લેવું કે તમારી પાસે કોઈ કીમતી વસ્તુ છે. જેની કોઈ કિંમત ક્યારે પણ લગાવી શકાતી નથી. આમતો દેશી ગાય દૂધ ઘણું ઓછું આપે છે, પરંતુ તેના કારણે જ તેના મૂત્રમાં વધારે માત્રામાં ઔષધીય ગુણો જોવા મળે છે.
  • તમે ગાયના દૂધથી થનાર ફાયદાઓ વિશે તો જાણતા જ હશો, પરંતુ કદાચ ગૌમૂત્રના અદભુત ફાયદાઓ થી અજાણ હશો. પ્રાચીનકાળથી જ ગૌમૂત્રનો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવે છે. સૌ પ્રથમ જાણી લોકે ગૌમૂત્રનો સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. સૌ પ્રથમ તો જણાવી દઈએ કે ક્યારેય ગર્ભવતી હોય તેવી મહિલાએ ગાયનું મૂત્ર પીવું ન જોઈએ.
  • આ ઉપરાંત એક સ્વસ્થ વ્યક્તિ એ ૪૫ ગ્રામ, તેમજ બીમાર વ્યક્તિ ૧૦૦ ગ્રામ ગૌમુત્ર નું સેવન કરવું. તેનાથી વધારે સેવન કરવું નહીં. જો વધુ સેવન કરે તો શરીરને નુકસાન થઈ શકે છે.
  • ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં જ લેવું અને ત્યારબાદ તેને સ્વચ્છ કપડાંથી ત્રણવાર ગાળી લેવું અને ત્યારબાદ એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનો સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. હવે જોઈલો તેનાથી થતા ફાયદા.
  • ગૌમૂત્ર જીવાણુનાશક હોય છે અને તેમાં નાઇટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસિડ જેવા મહત્વના અનેક ઘટકો રહેલા હોય છે. જે ઘણા રોગોને દૂર કરી આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે ગૌમૂત્ર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે.
  • કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપ થી થાય છે. પરંતુ તે ગૌમૂત્રમાં સારી રીતે હોય છે. તેથી ગળાનું, પેટનું તથા અન્નનળીનું કેન્સર મટાડવા માં મદદ કરે છે. ટી.બી.ના દર્દી માટે પણ ગૌમૂત્ર લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો ડોજ દ્વારા નવ મહિનામાં ખતમ થઈ જાય છે. જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને ત્રણ થી છ મહિનામાં દૂર કરી શકાય છે..
  • આપણા શરીરમાં સલ્ફર તત્વની ઉણપ થી આપણને ત્વચા સંબંધી અલગ અલગ રોગો થતા હોય છે. જો ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈપણ રોગ દૂર કરી શકાય છે. આ ઉપરાંત ત્રિફળા અને ગૌમુત્ર નું એકસાથે સેવન કરવાથી એનિમિયાની સમસ્યાને દૂર કરી શકાય છે.
  • આ ઉપરાંત વાત, પિત્ત અને કફ ત્રણેય નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. નિયમિત પણે ખાલી પેટ ગૌમુત્ર નું સેવન કરવાથી વાત પિત્ત અને કફ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે.
  • ગૌમૂત્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે. અને આપણને સ્લીમ તથા સુંદર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તેના માટે ચાર થી પાંચ ટીમ્પા ગૌમૂત્ર લેવું. તેમાં બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવું અને મિક્સ કરીને તેનું નિયમિત રીતે સવારે ખાલી પેટે સેવન કરવું. તેનાથી પેટ ઘટે છે અને શરીરની ચરબી પણ ઘટાડે છે અને તમે સુંદર તથા સ્લિમ બની શકો છો
  • શાસ્ત્રોમાં ઋષિમુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.
  • આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ પણ બનાવવામાં આવે છે. ગાયોના ગૌમૂત્રનો સ્વાદ ગરમ, કડક અને ખારો લાગે છે.ગૌમૂત્ર વિશનાશક, શક્તિથી ભરેલ ઝડપથી પચવા વાળું પ્રવાહી છે. વાત, કફ અને પિત્તના કુલ ૧૪૮ રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સરખી સ્થિતિમાં લાવવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે.
  • આટલું જ નહિ પણ ગૌમુત્રના પ્રયોગથી મોટી મોટી બીમારીઓ પણ નિવારી શકાય છે. જેમ હૃદયની બીમારી, ડાયાબીટીસ, કેન્સર, ટીબી, એઇડ્સ, માઈગ્રેન વગેરે જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે.
  • ગૌમૂત્રના નિસ્યંદનને ગોમુત્ર અર્ક કહેવામાં આવે છે તે ગૌમૂત્ર કરતા લાંબા સમય સુધી સારું રહે છે. ગોમુત્ર આર્ક ના ફાયદાઓમાં વજન ઘટાડવા, ચામડીના રોગો અને પેટના વિકારોમાં તેનો ઉપયોગ શામેલ છે.તે ખૂબ જ પ્રખ્યાત  છે કારણ કે તેમાં ગૌમૂત્ર જેવી ખરાબ ગંધ આવતી નથી. કેટલાક લોકો જે ગૌમૂત્ર પી શકતા નથી, તેઓ સરળતાથી ગોમુત્ર અર્કનું સેવન કરી શકે છે ગોમુત્ર અર્ક ગૌમૂત્ર નિસ્યંદન તરીકે પણ ઓળખાય છે.
  • કેમ કે તે કફ ને ઘટાડે છે, તે લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.ગોમુત્ર અર્કમાં એન્ટિપ્ર્યુરિટિક ક્રિયા છે. તેથી, તે કફ સંબંધિત, ત્વચા રોગોમાં ખંજવાળને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે કૃમિ ઉપદ્રવમાં પણ ઉપયોગી છે.
ગૌમૂત્ર ના ફાયદા: 
  • પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક:
  • ગેસની સમસ્યા રહેતી  હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.
  • ગૌમૂત્રનો ઉપયોગ એસિડીટી, તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.
  • ગળાના કેન્સર માટે પણ ફાયદાકારક:
  • ગળા કેન્સર માટે 100 મિલી  ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી, રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.
  • રોગ પ્રતિકારક ક્ષમતા વધારે:
  • ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તેને પીવાથી રોગો દૂર રહે છે. આથી બિમારીઓ શરીરમાં આવી શકતી નથી.
  • ચામડીની સમસ્યાઓ થી રાહત:
  • ચર્મરોગ માટે જીરાને પીસી તેને ગૌમૂત્ર સાથે મિક્સ કરી ચર્મરોગ પર તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.
  • આંખોના કાળા ધબ્બાને દૂર કરવામાં ઉપયોગી:
  • જો તમારી આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડો. એનાથી એ કાળા વર્તુળોના ધબ્બા દૂર થઇ જશે. જો ગૌમૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકો છો.
  • તાવ માંથી રાહત:
  • ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી હોયથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જ જોઇએ. જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે ૧ મહિનાસુધી ગૌમૂત્ર પીવાથી પીડીતાને ઘણો આરામ મળતો હોય છે.
  • ઘણી બિમારીઓની અસરકારક સારવાર માટે:
  • સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્ર પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો,કેંસર જેવી બિમારીઓમાં ફાયદો પહોંચે છે.તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.ગૌમૂત્ર શરીરમાં રહેલ કીટાણુંઓને નાશ કરવાનું કાર્ય કરે છે. આયુર્વેદ પ્રમાણે ગૌમૂત્ર પીવાથી કીટાણુંજન્ય બીમારી દુર કરી શકાય છે.
  • ટીબીને જડમૂળથી ખત્મ કરેલ:
  • ટીબીનો રોગી જો ડોટ્સની દવાઓની સાથે ગૌમૂત્ર પણ પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા ૨૦ ગણી વધી જતી હોય છે. માત્ર ગૌમૂત્ર પીવાથી ટીબીથી બિમારીને ૩ થી ૬ મહિનામાં થીક કરી શકાય છે. જ્યારે ડોટ્સની દવાઓ અને ગૌમૂત્ર સાથે લેવાથી ટીબી માત્ર ૨-૩ મહિનામાં થીક થઇ શકે છે.
  • આંખના રોગોમાં ફાયદાકારક:
  • મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.
  • પેશાબ અને કીડનીના રોગોમાં ફાયદાકારક :
  • મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ.
  • ગૌમૂત્ર વિષે આટલી વાતો ખાસ ધ્યાનમાં લેવી :
  • વૃદ્ધ, અસ્વસ્થ તેમજ ગર્ભ હોય તેવી ગાયનું ગૌમૂત્ર ન પીવું.ગૌમૂત્ર કાંચ તથા માટીના વાસણમાં લઈને સાફ કપડાથી ગાળીને ત્યાર બાદ જ તેનું સેવન કરવું જોઈએ. 8 વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
  • હંમેશા દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું. રોગી તેમજ ગર્ભવતી ગાયના મૂત્રનું સેવન ન કરવું.જંગલમાં ચરતી ગાયોનું મૂત્ર સૌથી સર્વોત્તમ ગણાય છે.માલીશ માટે 2 થી 7 દિવસ જુનું ગૌમૂત્ર વધારે સારું રહે છે.ગૌમૂત્રની માત્રા ઋતુ પર આધાર રાખે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ગરમીની ઋતુમાં ગૌમૂત્રનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.