shreeharifarmgir.com

     SHREE HARI FARM GIR ORGANIC STORE

ઘી ના ફાયદાઓ આયુર્વેદમાં અમૃત સમાન ગાય નુ ઘી ખાવા ના અમુલ્ય

 

 

 • ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આયુર્વેદમાં ગાય ના ઘી ને અમૃત સમાન પણ માનવામાં આવે છે. આના સેવનથી ઘણા બધા ફાયદા થાય છે.જો તમે ગાયનું ઘી નું સેવન નિયમિત રૂપે કરો તમારું વજન નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓથી તમે છુટકારો મેળવી શકો છો મિત્રો બધા એવું વિચારે છે કે ગાયનું ઘી ખાવાથી વજન વધે છે પરંતુ એ સાચું નથી. ગાયનું ઘી ખાવાથી તમારૂ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. અને તમારું વજન પણ નિયંત્રિત કરે છે.
 • ગાયના ઘી ના ફાયદા(૧) સવારે શુદ્ધ દેશી ઘી થી બનેલા ગરમ ગરમ જલેબી ખાધા બાદ ગરમા ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.  અને પ્રાચીનકાળથી જ આયુર્વેદમાં ઘીને કફઆંખોની બીમારી સાથેત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપવામાં આવતુ હતુ. માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવે છે.
 • (૨)  ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ છુટકારો મેળવી શકાય છે. ગાય ના ઘી મા ફેટી એસિડ હોય છે. જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ થી બચાવે છે. 
 • (૩) ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે. ઘી મા બુટેરીક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે અને પેટના બળતરા પણ દૂર કરે છે.
 • (૪) યાદ શક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતી સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરી ની વૃદ્ધિ થાય છે અને બળતરારક્તસ્રાવ શરદી વગેરે પણ દૂર થઈ જાય છે. 
 • (૫) જો તમે માથામાં દુખાવો થતો હોય તો ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
 • (૬) તમને માઈગ્રેનઆધાશીશી ની બીમારી હોય તો દરરોજ સવારે એના બે ટીપાં નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 
 • (૭) ઘી નુ સેવન વાળ માટે પણ ફાયદાકારક છે. આ કંડીશનલ ની જેમ કામ કરે છે જેનાથી વાળને નરમ અને ચમકદાર બને છે. એના સેવનથી માનસિક તાકાત પણ મળે છે .
 • (૮) ઘી મા રહેલા ઓમેગા-ફેટી એસીડ હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તર ને ઘટાડવા માં મદદ કરે છે અને શરીરમાં થકાન થાય તો એક ચમચી ગાયનું ઘીખાંડ અને દૂધ નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
 • (૯) વજન ઘટાડવામાં પણ અસરકારક છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યુ કે વજનદાર વ્યક્તિએ છ મહિના સુધી ઘી ખાધું અને તેમનું વજન ઘટાડ્યું. આમ વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે.  
 • (૧૦) કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન થઇ જાય છે. ગાયના ઘીમાં ગોલ્ડન ની રાખ જોવા મળે છે જેમાં અદભુત ઔષધીય ગુણધર્મો હોય છે.
 • (૧૧) બાળકોને  છાતિમાં ઘીથી માલિશ કરવાથી શરદી અને કફ સંબંધી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.  મીઠું ઘી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. ઘણી બધી બીમારીઓથી પણ આરામ મળે છે .ઘણા બધા રોગો પણ દૂર થાય છે અને શિયાળાની સિઝનમાં ઘી ખાવાથી આપણા શરીર તંદુરસ્ત રહે છે.

ગાયના ઘી બાબતે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના મંતવ્યો

ગાયના ઘી બાબતે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના મંતવ્યો

વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના પણ માણી ગયા.. ગાયનું દૂધ, ઘી અને ગૌ મૂત્ર છે દવા કરતાં 100 ગણું ગુણકારી

વિજ્ઞાને પણ આપણી દેશી ગાયનું મહત્વ માની લીધું… પણ આપણે ભૂલી ગયા

 

પૌરાણિક કથાઓ અનુસાર, દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી નિકળેલા 14 રત્નો પૈકી એક કામધેનુ ગાય હતી. રામાયણ, મહાભારત, અને ભગવદ્ ગીતામાં ગાયનો ઉલ્લેખ મળે છે. ગાય ભગવાન કૃષ્ણને અતિપ્રિય છે. ગાય પૃથ્વીનું પ્રતિક છે. ગૌમાતામાં 33 કરોડ દેવતાઓ વાસ કરે છે અને તમામ વેદો પણ ગાય માતામાં રહેલા છે.

ભવિષ્ય પુરાણ અનુસારગાયના શીંગડામાં ત્રણેય લોકોના દેવી-દેવતા બિરાજમાન છે. સૃષ્ટીના રચનાકાર બ્રહ્મા અને પાલનકર્તા ભગવાન વિષ્ણુ ગાયના શિંગડાના નીચલા ભાગમાં બિરાજમાન છે અને ગાયના શિંગડાના મધ્યભાગમાં ભગવાન શિવ શંકર બિરાજમાન છે. ગાયના લલાટમાં માં ગૌરી અને નાસિકાના ભાગમાં ભગવાન કાર્તિકેય બિરાજમાન છે

 

આપણા ગુરૂદેવે પણ ગાયને ખૂબ મહત્વ આપ્યું છે. શાંતિકુંજ વિશ્વ વિદ્યાલય, મથુરા અને આંબલખેડામાં ગૌશાળા છે. અને ગુરૂદેવે પોતાના સાહિત્યમાં ગૌ, ગંગા અને ગાયત્રી પર ખૂબ ભાર મૂક્યો છે.

હવે વિદેશીઓ પણ ગૌમાતાના મહત્વને સમજતા થયા છે. યોગ અને આયુર્વેદની જેમ જલ્દી જ આખું વિશ્વ ગાય માતાના મહત્વને સ્વિકારી લેશે. કેટલીક વિદેશી કંપનીઓ આપણા જ દેશના બજારમાંથી 2 રૂપિયાના કિલો બટાકા ખરીદીને તેમાંથી ચિપ્સ બનાવીને તે જ ચીપ્સ 250 રૂપિયે કિલો વેચે છે. આવનારા દિવસોમાં આ જ રીતે એ લોકો આપણી જ ગાયના ગોબર આપણને જ મોંઘા ભાવે વેચશે. સમયની જરૂરીયાત છે કે, હવે ગૌમાતાના મહત્વને સમજી લઈએ. શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક આધાર પર એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, ગાય માતા પોતાના શરીરના દરેક ભાગથી આપણા પર કૃપા વરસાવે છે.

ગાયના દૂધનું વૈજ્ઞાનિક મહત્વ:

 • ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજી કોન્ફરન્સના અધ્યક્ષ ડો. શાંતિલાલ શાહના મતે હ્યદય સંબંધીત રોગો જે વ્યક્તિને હોય તેના માટે ગાયનું દૂધ ખૂબ ઉપયોગી છે.
 • ગાયના દૂધના કણ સૂક્ષ્મ અને સુપાચ્ય હોય છે.
 • એટલે તે મસ્તિષ્કની સૂક્ષ્મત્તમ નાડીઓમાં પહોંચીને મસ્તિષ્કને શક્તિ પ્રદાન કરે છે
 • ગાયના દૂધમાં કેરોટીન (વિટામીન-એ) નામનો એક પીળો પદાર્થ હોય છે, આ પદાર્થ આંખની દ્રષ્ટીને વધારે છે.
 • ચરક સંહિતા અનુસાર, ગાયનું દૂધ મનુષ્યને જીવન જીવવાની શક્તિ પ્રદાન કરનારા દ્રવ્યોમાંથી શ્રેષ્ઠ છે.
 • ગાયના દૂધમાં 8 ટકા પ્રોટીન, ટકા કાર્બોહાઈડ્રેટ,  અને 7 ટકા મિનરલ્સ, વિટામીન એ,બી, સી, ડી અને ઈ હોય છે.
 • બુદ્ધીવર્ધક, આયુષ્ય પ્રદાન કરનારું, તેમજ ત્રીદોષ (વાત,પિત્ત, કફ) નાશક છે.